ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ઘણા લોકો અકસ્માતમાં પોતાના પરિવારના સભ્યોને ગુમાવી બેઠી છે. ત્યારે વલસાડના અતુલ ફાસ્ટ ગેટ હાઈવે પર ગઇકાલે વહેલી સવારે સુરત થી વાપી જતા બે તબીબોને અકસ્માત નડયો હતો.
આરતી માહિતી અનુસાર વાપી તરફ જતી તબીબોની કારણે અજાણ્યા વાહન ચાલકે પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં કાર ડિવાઇડર કૂદી ને સુરત પર ફંગોળાઇ ગઇ હતી.
વલસાડના અતુલ હાઇવે પર સુરત થી વાપી જતી એક કાર રસ્તામાં થયું અકસ્માત, 2 લોકોનો ચમત્કારી બચાવ… pic.twitter.com/xPFDNzRfi8
— GUJJU ROCKZ (@gujju_rockz) December 5, 2021
મળતી માહિતી અનુસાર અકસ્માતમાં કારમાં સવાર બંને તબીબોનો ચમત્કારિક બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર સુરતની એક ખાનગી હોસ્પિટલના બે તબીબોએ ડોક્ટર કોમી શાહ અને પંકજભાઈ સુરતની એક ખાનગી ટ્રાવેલ્સ કંપની UK 06 TA 4351 નંબરની કાર ભાડે લઈને વાપી તરફ જવા નીકળ્યા હતા.
ત્યારે વલસાડના અતુલ ફાસ્ટ ગેટ હાઈવે ઉપર એક અજાણ્યા વાહન ચાલકે તેમની કારણે પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. તેના કારણે કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ ને ડિવાઇડર કૂદી ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment