એક કાર અચાનક ખાઈમાં પડતા કારની આગળની સીટમાં બેઠેલી મહિલા કાર સાથે… જુઓ વિડિયો…

211

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં તેઓ એક વીડિયો સામે આવ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાર અચાનક જ ખાઈમાં પડી જાય છે અને સમગ્ર વિડિયો કેમેરામાં કેદ થઇ જાય છે. મળતા અહેવાલ મુજબ આ સમગ્ર ઘટના ચીનની છે.

મળતી માહિતી મુજબ એક સ્થાનિક પરિવાર ઝીજિયાંગના ડુકુ હાઇવે પર ફરવા નીકળ્યું હતું. આ એક ખુબ જ સુંદર પ્રવાસન સ્થળ છે ત્યાંથી ઘરની સુંદરતા ખૂબ જ જોવાલાયક હોય છે.

આ પરિવારે પોતાની કાર ખાડા પાસે પાર્ક કરી હતી અને થોડીવારમાં જ અચાનક જ કાર ખાઈ તરફ સરકવા લાગી. મળતી માહિતી મુજબ કાર નો ડ્રાયવર કાંઈક ખરીદવા અથવા તો પાણી પીવા માટે કારમાંથી બહાર નીકળ્યો હતો.

આ સમગ્ર વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ તેના કારની બહાર રહીને કારને ખાઈમાં ન પડવા દેવા માટે પ્રયાસ કરી રહ્યો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કારની પાછળની સીટમાં બેઠેલી એક વૃદ્ધ મહિલા સમયસર કારમાંથી બહાર નીકળી જાય છે.

પરંતુ કારમાં આગળની સીટ પર બેઠેલી એક મહિલા યોગ્ય સમયે પોતાનો સીટ-બેલ્ટ ન ખોલી શકીએ અને તે મહિલા કારની સાથે ખાઇમાં પડી જાય છે. મળતી માહિતી મુજબ ખાડામાં પડી ગયેલી મહિલાને બચાવી લેવામાં આવી છે.

આ ઉપરાંત તે મહિલાને ઇજા પહોંચી છે. મળતા અહેવાલ મુજબ કારની હેન્ડ બ્રેક યોગ્ય રીતે ન લગાવવા ના કારણે આ સમગ્ર ઘટના સર્જાઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!