રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે જતી કાર ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત – રેલવે અધિકારી અને પ્રોફેસરનું કરૂણ મૃત્યુ…

Published on: 3:51 pm, Wed, 1 June 22

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. ત્યારે ભોપાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં રેલવે અધિકારી અને તેમની પ્રોફેસર ભત્રીજીનું કરૂણ મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર ભોપાલમાં એક પુરપાટ ઝડપે જતી કાર ટ્રક સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના સોમવારના રોજ સાંજના સમયે બની હતી.

રેલ ઇન્ડિયન ટેકનિકલ ઈકોનોમિકલ સર્વિસ DGM અને તેમની પ્રોફેસર ભત્રીજી સોમવારના રોજ સાંજે શાજાપુરથી ભોપાલ જઈ રહ્યા હતા. આ દરમિયાન રોડની બાજુમાં પાર્ક કરેલા એક ટ્રક સાથે તેમની કાર અથડાઈ હતી. મળતી માહિતી અનુસાર કાર એટલી સ્પીડમાં હતી કે કારનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઇ ગયો હતો.

એટલું જ નહિ પરંતુ કારની એરબેગ્સ પણ ફૂટી ગઈ હતી. આ અકસ્માતની ઘટના સોમવારના રોજ સાંજે પરવળિયા પોલીસ સ્ટેશનથી એક કિલોમીટર આગળ બની હતી. આ અકસ્માતની ઘટનામાં 59 વર્ષીય યોગેશ ચૌધરી અને 32 વર્ષીય અનુભવ જૈનનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર યોગેશ ચૌધરી સોમવારના રોજ મક્સી-પચૌર બચ્ચે બની રહેલી રેલવે લાઈનનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા.

યોગેશ ચૌધરી જ્યારે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમની સાથે તેમની પ્રોફેસર ભત્રીજી પણ હતી. આ દરમિયાન પૂરપાટ ઝડપે જતી કાર રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રકની પાછળ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં રેલવે અધિકારી યોગેશ ચૌધરી અને પ્રોફેસર ભત્રીજી અનુભવનું કરૂણ મૃત્યુ થયું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે જતી કાર ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત – રેલવે અધિકારી અને પ્રોફેસરનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*