આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ઠાસરાના નેશ ગામ પાસેથી પસાર થતી મહી કેનાલમાં એક કાર ખાબકી ગઇ હતી. આ ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતા ડાકોર પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાના સારસા ગામના રહેવાસી 52 વર્ષીય સતીષકુમાર રમણભાઈ પટેલ ગઈકાલે ડાકોર પોલીસ મથકની હદમાં આવેલા લેસ ગામ પાસેથી પોતાની કાર લઇને પસાર થઇ રહ્યા હતા.
ત્યારે તેમને સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને તેમની કાર ત્યાંથી પસાર થતી મહી કેનાલની અંદર ખાબકી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના સાંજે ચાર વાગ્યાની આસપાસ બની હતી.
આ બનાવને લઇને આશ્રમથી પસાર થતાં વાહનચાલકો રોકાઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ બચાવવાની કોશિશ કરી પરંતુ પાણીની અંદર ડૂબી જવાના કારણે સતીષ ભાઈ નું મૃત્યુ થઈ ગયું હતું.
ઘટનાની જાણ થતા ડાકોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યાર બાદ મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું હતું. મૃતકના પરિવારજનોને જાણ થતા તેઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment