વાંકાનેરના કણકોટમાં એક કાર કુવામાં ખાબકતા સર્જાયો અકસ્માત, સાસુ-વહુ અને બે પૌત્રના મૃત્યુ…

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ અકસ્માતના પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા કણકોટ ગામ નજીક રવિવારના રોજ રાત્રે દિવાળીની રજામાં ફરવા નીકળેલા એક પરિવાર નું અકસ્માત સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં એક ઇકો કાર બેકાબુ થતા કુવામાં ખાબકી ગઇ હતી. માહિતી અનુસાર આ અકસ્માતમાં બે મહિલાઓ અને બે બાળકના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર અમદાવાદમાં રહેતા રતિભાઈ ભગવાનભાઈ પ્રજાપતિ તેના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં સોમનાથ-દ્વારકા બાજુ ફરવા માટે પોતાની ઇકો કાર લઈને નીકળ્યા હતા. ત્યારે ગઈ કાલે રવિવારના રોજ વાંકાનેર થઈ મકનસર ગામને સંબંધીના ઘરે જઈ રહ્યા હતા.

તે દરમિયાન GJ 1 HZ 1453 નંબરની ઇકો કાર વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક કોઈ કારણોસર કારચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેના કારણે કાર બેકાબુ થઇ ને રોડની બાજુમાં આવેલા પાણીના ભરેલા કુવાની અંદર કાપી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં કારચાલક રતિભાઈ ના પત્ની મંજુલાબેન પ્રજાપતિ, પુત્રવધુ મીનાબેન દિનેશભાઈ પ્રજાપતિ અને ઓમાન અને આદિત્ય નામના બે પોતાના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.

મળતી માહિતી અનુસાર કાર ખૂબ જ સ્પીડમાં હોવાના કારણે રોડ થી 50 ફૂટ દૂર આવેલા કુવાની અંદર ખાબકી હતી. આ ઘટના બનતા જ રતિભાઈ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*