સુરતમાં રોડ પરથી પસાર થયેલી કારમાં અચાનક લાગી આગ, ડ્રાઈવરને… જુઓ વિડિયો.

102

આજકાલ અનેક ઘટનાઓના વીડિયો વાયરલ થઇ રહ્યા છે ત્યારે તેઓ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે આ સમગ્ર વિડિયો સુરતમાં રોડ પર નો છે. સુરતમાં રિંગરોડ પર આવેલી નિર્મલ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહેલી કારમાં અચાનક લાગી આગ.

મળતી માહિતી મુજબ કારના એન્જિનમાં અચાનક આગ લાગી હતી. કાર ચાલકને આગની ખબર પડતા તે તાત્કાલિક કારમાંથી બહાર આવી ગયો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર બ્રીગેડ પડતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લીધી હતી. ત્યારબાદ ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આગ લાગી ગયેલી કાર લાલ રંગની મારુતિ ઝેન કાર હતી. મળતી માહિતી મુજબ કારના એન્જિનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.

આ ઉપરાંત કારચાલક નું નામ સામે આવ્યું છે કારચાલકનું નામ પુમાભાઈ હડીયા છે. આ ઉપરાંત કારચાલકે કહ્યું કે હું મજુરા ગેટ વિસ્તારમાં રહું છું અને ડાયમંડ ની ઓફિસમાં કામ કરું છો.

આ ઉપરાંત કારચાલકે કહ્યું કે મને કારમાં આગ લાગવાની ખબર પડતાં હું તાત્કાલિક ઉભી રાખીને ઝડપથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરી હતી. આ કાર આઠ વર્ષ જૂની હોવાનું જાણવા મળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!