હાઈવે પર પાર્ક કરેલી કારને પાછળથી ઝડપથી આવતા ટેમ્પાએ લગાવી ટક્કર – 1 નું ઘટનાસ્થળે મૃત્યુ, 4 લોકો ઈજાગ્રસ્ત…

82

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે લખનો આગરા એક્સપ્રેસ હાઈવે પર પાર્ક કરેલી કાર ને પાછળથી આવતા એક ટેમ્પાએ ટક્કર લગાવી હતી.

જેના કારણે ચાર લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી હતી અને એક વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર કાર રાજસ્થાનથી અયોધ્યા જઈ રહી હતી.

મળતી માહિતી અનુસાર એક્સપ્રેસ હાઈવે પર થાના તાલગામ વિસ્તારના 167 કટ આ અકસ્માત સર્જાયો હતો. પાર્ક કરેલી એક કારને ટેમ્પોએ પાછળથી ટક્કર લગાવી હતી.

જેના કારણે કારનો ભાંગીને ભૂકો થઇ ગયો હતો અને ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઉપરાંત એક વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

અને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળ્યું કે હજુ પણ એક વ્યક્તિ ની હાલત ખૂબ જ નાજુક છે.

જ્યારે અન્ય વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી છે. કારમાં સવાર તમામ લોકો રાજસ્થાન થી અયોધ્યા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને રસ્તામાં અકસ્માત નડયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!