પાલનપુરમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી ઉઠી, કોઈપણ વ્યક્તિ કારમાં ન હોવાથી મોટી દુર્ઘટના થતી અટકી…

Published on: 3:48 pm, Sun, 31 October 21

આજકાલ ચાલતી કાર કે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તેવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ના દિલ્હી ગેટ વિસ્તારની છે.

મળતી માહિતી અનુસાર પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં પાર્ક કરેલી એક સીએનજી કારમાં અચાનક આગ લાગી ઉઠી હતી. અચાનક જ કારમાં આગ લાગી ઉઠતા આસપાસ અફરાતફરી મચી ગઇ હતી.

સદનસીબે આગ લાગી ત્યારે કારની અંદર કોઈપણ વ્યક્તિ સવાર ન હતો તેના કારણે મોટી દુર્ઘટના થતી અટકી હતી. મળતી માહિતી અનુસાર પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં એક પાર્ક કરેલી કારમાં અચાનક ધુમાડા નીકળવા મળ્યા હતા અને થોડીક વારમાં જ સમગ્ર કારમાં આગ લાગી ઉઠી હતી.

મળતી માહિતી અનુસાર કારનો માલિક પોતાના કામ હતું કારને પાર્ક કરીને ત્યાંથી ગયો હતો ત્યારે અચાનક જ કારમાં આગ લાગી ઉઠી હતી. કારમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ફાયર વિભાગની ટીમ દ્વારા બે કલાક પાણી છાંટીને કાર પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના બનતા જ કાર ની આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!