થરા-શિહોરી હાઈવે પર કાર પલટી ખાઈ જતા સર્જાયો ગંભીર અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મૃત્યુ, 4 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 4:47 pm, Tue, 7 June 22

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે કાંકરેજના થરા-શિહોર હાઈવે ઉપર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં હાઇવે પર વડા પુલ નજીક કાર પલટી ખાઇ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 3 લોકો મૃત્યુ પામ્યા હતા.

જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર ડીસા તરફથી જઈ રહેલા એક પરિવારને રસ્તામાં અકસ્માત નડયો હતો.

આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર કાર અચાનક પલટી ખાઇ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર કયા કારણોસર અચાનક પલટી ખાઇ ગઇ તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

આ અકસ્માતની ઘટનામાં 50 વર્ષ વીજાબેન ગણપતભાઇ પ્રજાપતિ, 90 વર્ષિય રેવાબેન મેવાભાઈ પ્રજાપતિ અને 17 વર્ષીય અપેક્ષાબેન મનુભાઈ પ્રજાપતિનું કરૂણ મૃત્યુ થયું છે. ત્યારે અકસ્માતની ઘટનામાં 38 વર્ષીય રોહિતભાઈ ગણપતભાઇ પ્રજાપતિ, 58 વર્ષીય ગણપતભાઇ મેવાભાઈ પ્રજાપતિ, 29 વર્ષીય હીનાબેન રોહિતભાઈ પ્રજાપતિ અને 5 વર્ષીય નિવાન રોહિતભાઈ પ્રજાપતિ ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતાં પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માત ને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અહીં અકસ્માતમાં એક બાદ એક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "થરા-શિહોરી હાઈવે પર કાર પલટી ખાઈ જતા સર્જાયો ગંભીર અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મૃત્યુ, 4 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*