લગ્નમાં જઈ રહેલા મિત્રોની કાર ટેમ્પા સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત – 4 મિત્રોના મૃત્યુ…

Published on: 4:52 pm, Tue, 8 March 22

કાનપુરમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ચાર મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અન્ય બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર કાર ટેમ્પાની સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે મિત્રોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા.

અન્ય ચાર મિત્રોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બીજા બે મિત્રોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલમાં અન્ય બે મિત્રની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માત બનતા પોલીસ અને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. મળતી માહિતી અનુસાર 6 મિત્રો રામાયપુર લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે કાર લઈને નીકળ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે જતી કાર ટેમ્પા સાથે ટક્કર લગાવી હતી. આ ઘટનામાં ચાર મિત્રોના મૃત્યુ થયા છે. બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, 6 મિત્રો દારૂ પીને કારમાં લગ્ન સમારોહમાં જઈ રહ્યા હતા. નશામાં ધૂત કારચાલક યુવકે કાર પર કાબુ ગુમાવ્યો હતો. આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસે મૃત્યુ પામેલા મિત્રોના મૃતદેહને પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા.

પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. એક જ ગામમાં એકસાથે ચાર અર્થીઓ ઉઠતા અંતિમ યાત્રામાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. મળતી માહિતી અનુસાર પોલીસને કારમાંથી ધન્યવાદ દારૂની બોટલ મળી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નમાં જઈ રહેલા મિત્રોની કાર ટેમ્પા સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત – 4 મિત્રોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*