દર્શન કરવા જઈ રહેલા મિત્રોની કાર રોડ પર ઉભેલા ટ્રેલર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 3 મિત્રોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 3:05 pm, Thu, 2 June 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે આજરોજ સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવ્યા છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર રોડ પર પાર્ક કરાયેલા ટ્રેલરની પાછળ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર કારમાં સવાર તમામ લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના આજરોજ સવારે 6.15 વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે 52 પર આવેલી તનશ્રી હોટલ પાસે બની હતી.

મળતી માહિતી અનુસાર નવનીત, આશિષ, મનજીત અને રાજગોવિંદ નામના ચાર યુવકો i-20 કાર લઈને ચરખી દાદરીથી ખાટુશ્યામજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે કાર નું સંતુલન અચાનક બગડી ગયું હતું અને કાર રોડ પર પાર્ક કરેલા ટ્રેલર પાછળ ઘુસી ગઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

આ ઘટનામાં નવનીત, આશિષ અને મનજીતનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા રાજગોવિંદને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ચલો ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી અનુસાર મૃત્યુ પામેલા તમામ યુવકો બીએમએસના વિદ્યાર્થીઓ હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!