ગુજરાત સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર પાંચ મિત્રો જન્મ દિવસ ની ઉજવણી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાત્રે GPSએ ખોટી દિશા બતાવી હતી, જેના કારણે તેમની કાર નદીમાં પડી હતી.
આ ઘટનામાં કારમાં સવાર બે ડોક્ટરના પાણીમાં ડૂબી જવાના કારણે કરુણ મોત થયા હતા. મૃત્યુ પામેલા બંને ડોક્ટર કેરળના હતા. જ્યારે આ ઘટનામાં કારમાં સવાર અન્ય ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જીપીએસ એ ખોટી દિશા બતાવી જેના કારણે આ અકસ્માતની ઘટના બની છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર પાંચ મિત્રો કારમાં સવાર થઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો. અજાણ્યો રસ્તો અને વરસાદ હોવાના કારણે આગળ વધવામાં તેમને ઘણી બધી મુશ્કેલી પડતી હતી. જેમના કારણે તેમને જીપીએસ નો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી તેઓ જીપીએસના બતાવેલા રસ્તા ઉપર કાર ચલાવી રહ્યા હતા.
તેઓ જીપીએસના રસ્તા પર ચાલતા રહ્યા અને તેમની કાર નદીમાં ખાબકી હતી. ત્યાર પછી ઘરમાં સવાર ત્રણ લોકો કારમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. પરંતુ કારમાં સવાર બે ડોક્ટરો બહાર નીકળી શક્યા નહીં અને તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં એક ડોક્ટરનું નામ અદ્રૈત હતું અને તેમની ઉંમર 29 વર્ષની હતી. જ્યારે બીજા ડોક્ટરનું નામ અજમલ આસિફ હતું અને તેમની ઉંમર પણ 29 વર્ષની હતી.
જાણવા મળી રહ્યું છે કે ડો. અદ્રૈતનો જન્મદિવસ હતો. તેથી તેઓ બહાર પોતાના મિત્રો સાથે બહાર ગયા હતા. ત્યાં જન્મદિવસની ઉજવણી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એમને અકસ્માત નડ્યો હતો અને આ ઘટનામાં બે ડોક્ટરે પોતાના જીવ ગુમાવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment