એક કાર ચાલકે રોડ પર ચાલી રહેલી મહિલાને હવામાં ફંગોળી દીધી, ત્યારબાદ બીજી કાર સાથે લીધી ટક્કર…જુઓ લાઇવ અકસ્માતનો વિડીયો…

66

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અમદાવાદની એક અકસ્માત ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના હાંસોલ વિસ્તારમાં અકસ્માતની ઘટના બનતા એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક પુરપાટ ઝડપથી આવી રહેલી કારે રોડ પર ચાલી રહેલી મહિલાને અડફેટેમાં લીધી હતી.

અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. કારચાલકે જ્યારે મહિલાને ટક્કર લગાવી ત્યારે મહિલા હવામાં ફંગોળાઈ ગઈ હતી અને જેના કારણે મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

આ અકસ્માતમાં કારચાલકએ મહિલાને ટક્કર લગાવ્યા બાદ સામેથી આવેલી એક બીજી કારણે પણ ટક્કર લગાવી હતી. અકસ્માત બન્યા બાદ કારચાલક ઘટનાસ્થળે જ કાર મુકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક કાર ચાલકે રોડ પર ચાલી રહેલી મહિલાને અડફેટેમાં લીધી અને ત્યારબાદ બીજી કારને ટક્કર લગાવી હતી. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે જ્યારે કારચાલકે મહિલાને ટક્કર લગાવી ત્યારે મહિલા હવામાં ફંગોળાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આકસ્મિક ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. અને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.

પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને ઘર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અહીં કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ અકસ્માતમાં બંને કારણે ભારે નુકસાન થયું છે. અને કાર ચાલકની બેદરકારીના કારણે એક નિર્દોષ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!