સોશિયલ મીડિયા પર રોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત ઘણા એવા વિડિયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણે પણ ગુસ્સામાં ભરાઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં એક વ્યક્તિ 6 વર્ષના માસુમ બાળક સાથે કંઈક એવું કરે છે કે વીડિયો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે. આ વિડીયો કેરળ માંથી સામે આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનકડો છ વર્ષનો બાળક એક કારને અડીને ઊભો હતો. ત્યારે અચાનક જ કારનો માલિક ત્યાં આવે છે અને બાળકને જોરથી છાતીના ભાગે એક પાટુ લગાવે છે.
જેના કારણે બાળક રડી પડે છે. બાળક સાથે આ પ્રકારની હરકત કર્યા બાદ કારમાં બેસીને ઘટના સ્થળેથી ભાગી જાય છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ શુક્રવારના રોજ સવારે પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે વીડિયોમાં જોવા મળી રહેલો નાનકડો એવો બાળક રાજસ્થાનના પ્રવાસી મજુર પરિવારનો એક ગરીબ દીકરો છે.
જેનો વાંક માત્ર એટલો જ કે તે કારને અડીને ઊભો હતો. ત્યારે કારચાલક ત્યાં આવીને તેની સાથે આ પ્રકારની હરકત કરે છે. સમગ્ર ઘટના બન્યા બાદ કેરલ રાજ્યના બીજેપી અધ્યક્ષ કે સુંદરને ટ્વિટ કરીએ કહ્યું કે, પોલીસે એફઆઇઆર નોંધવાની ના પાડી અને ગુનેગારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો રડી રહેલા બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. પરંતુ આ ઘટનાને લઈને પોલીસનો કોઈ પણ પ્રકારનો ખાસ જવાબ આપ્યો નથી. ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ તાત્કાલિક ધોરણે આરોપીને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો હતો.
Police refused to register FIR and tried to protect the perpetrator. It was the natives who took the child to the hospital. This incident shook the conscience of the Keralites. Stringent action should be taken against the police officers who tried to downplay the issue. pic.twitter.com/xJwFJAQmZh
— K Surendran (@surendranbjp) November 4, 2022
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનકડો એવો બાળક કારને અડીને ઉભો છે. ત્યારે કારનો માલિક ત્યાં આવે છે અને તેને જોરદાર લાત લગાવે છે. જેના કારણે બાળક ફંગોળાઈ જાય છે અને રડવા લાગે છે. મિત્રો વીડિયો જોઈને તમે જ કહો કે આવા લોકો સાથે શું કરવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment