અટલ ટનલમાં ઓવરટેક કરતી વખતે એક કાર દીવાલ સાથે અથડાઈ, 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત – જુઓ અકસ્માતનો વિડીયો

318

હિમાચલના કુલ્લુમાં અટલ ટનલ ની અંદર એક અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર અટલ ટનલમાં ઓવરટેક કરતી વખતે એક કાર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર અટલ ટનલની બંને બાજુની દીવાલ સાથે અથડાઈ હતી.

આ ઘટના બની ત્યારે કારની અંદર ચાર લોકો સવાર હતા અને ચાર લોકો દિલ્હીના હતા. કારની અંદર સવાર લોકોને સામાન્ય ઇજા પહોંચે છે. આ ઘટનાનો વીડિયો સામે આવતા જ પોલીસે ડ્રાઈવર પર 13,500 રૂપિયા નો દંડ ફટકાર્યો હતો .

મળતી માહિતી અનુસાર કારચાલક અટલ ટનલથી નોર્થ હોટલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે કાર ચાલક અટલ ટનલમાં બીજી લાઈનમાં જઈને એક કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે.

ત્યારે કારની સ્પીડ ખૂબ જ વધારે હોય છે અને કાર ચાલક તે સમયે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવે છે. આ સમગ્ર ઘટનાનો વિડિયો પાછળથી જતી કારમાંથી કેપ્ચર થયો હતો. આ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થયું નથી ચાર પ્રવાસીઓને નાની-મોટી ઇજા પહોંચી છે.

તેઓને સારવાર માટે તાત્કાલીક આસપાસના લોકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગઇ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવતા જ પોલીસે ડ્રાઈવર ની બેદરકારી ગણીને ડ્રાઈવરને 13,500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.