લીંબડી હાઇવે પર રોંગ સાઇડમાં આવતા ટ્રક સાથે કારની ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, દાદા-દાદી અને 6 વર્ષની પૌત્રીનું મૃત્યુ…

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે લીંબડી નેશનલ હાઇવે પર ની અકસ્માત ની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર લીંબડી નેશનલ હાઇવે પર રોંગ સાઇડમાં આવતા ટ્રક અને કાર સાથે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજકોટ થી અમદાવાદ ઘર પરત ફરી રહેલા દાદા-દાદી અને 6 વર્ષની પૌત્રીનું મૃત્યુ થયું હતું.

અકસ્માત બન્યા બાદ ઘટના સ્થળેથી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતના કારણે રોડ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ટ્રાફિક દૂર કરીને હાઈવે ફરીથી શરૂ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર અમદાવાદમાં રહેતા જેઠાભાઇ બધાભાઈ મુછડીયા તેમના પત્ની હીરાબેન અને 6 વર્ષની પૌત્રી ક્રેયાંશી દિવાળીના તહેવારમાં રાજકોટ ગયા હતા. ત્યારે 13 તારીખ ના રોજ સાંજે તેઓ રાજકોટથી અમદાવાદ તરફ ઘરે પરત ફરી રહ્યા હતા.

ત્યારે લીંબડી હાઇવે પર જનસાળી પાસે રોડના કામના કારણે આપેલા ડ્રાઇવર ના કારણે રોંગ સાઈડમાં આવતા ટ્રક સાથે તેમના કારની જબરદસ્ત ટક્કર થઈ હતી. અકસ્માતમાં દાદા અને પૌત્રીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અકસ્માતમાં હીરાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તેઓને સારવાર માટે 108 મારફતે લીમડીની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપીને હીરાબેનને અમદાવાદ લઈ જવા માટેની સૂચના આપી હતી. દયાબેન અમદાવાદ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

અકસ્માતની જાણ થતાં પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*