સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં રોડ પર ચાલતી કારમાં લાગી અચાનક આગ, કારચાલક અને તેમનું પરિવાર સમયે…

Published on: 12:00 pm, Mon, 16 August 21

છેલ્લા ઘણા સમયથી અચાનક કારમાં આગ લાગવાની ઘટના ખૂબ જ બની રહી છે ત્યારે સુરત માં પણ એક એવી જ ઘટના બની છે. આ સમગ્ર ઘટના સુરતના મોટા વરાછામાં આવેલા રામચોક નજીકની છે. મળતી માહિતી મુજબ રવિવારે સાંજે એક લકઝુરીયસ ઓડી કાર અચાનક આગ લાગી ગઈ હતી.

મળતી માહિતી મુજબ એન્જિનમાં થતા આગ લાગી હતી અને કારમાં મુસાફરી કરતા લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો. કારચાલક અને તેનો પરિવાર સંપૂર્ણ કારમાં આગ લાગે તે પહેલા જ યોગ્ય સમયે કારમાંથી બહાર આવી ગયા હતા.

ત્યાર બાદ આ સમગ્ર ઘટનાની જાણ ફાયરબ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે કાર પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘરમાં અચાનક આગ લાગતાં સ્થાનિક લોકો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

અને કારમાં બેઠેલા પરિવારજનોને કારમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી કે કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. ઘર પર લાગેલી આગના કારણે અડધી કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ આ ઘટના રવિવારની સાંજે 4.23 ના સમયે થઈ હતી. બધી માહિતી કારનો નંબર DN 09 F 2112 હોવાનું સામે આવ્યું છે અને કારના માલિક નું નામ વિશાલ ભરતભાઈએ છે.

મળતી માહિતી મુજબ તેઓ પલસાણા રોડ પર એક ગામની મુલાકાતે જઈ રહ્યા હતા તે દરમિયાન આનંદ સોસાયટીના ગેટ પાસે આ સમગ્ર ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!