ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ડીસામાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. શુક્રવારના રોજ અહીં રીક્ષા અને કાર વચ્ચે સામ સામે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના ડીસાના કૂચાવાડા રોડ પર બની હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ નિપજયુ હતુ.
અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું અને આ ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને કરી હતી.
ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં અહીં અકસ્માતની ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે ડીસા તાલુકા પાસે આવેલા કુચાવાડા નજીક કાર અને રિક્ષા સામસામે અથડાઇ હતી.
આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના શુક્રવારના રોજ વહેલી સવારે બની હતી. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા એક યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. કાર અને રિક્ષા વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષા નો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે મોત એકઠા થઇ ગયા હતા. તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા ડીસા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે થાય તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment