એક શૂટિંગમાં સ્ટંટ શૂટિંગ કરતી વખતે કારનું અકસ્માત, થયું એવું કે…જુઓ વિડિયો.

91

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. આજકાલ અકસ્માતની ઘટના ખૂબ જ બની રહે છે ત્યારે મુંબઈ ફિલ્મ સિટી માં મંગળવારના રોજ એક અકસ્માત થયું હતું.

આ અકસ્માત ફિલ્મ ‘ધ ગર્લ’ ના શૂટિંગ સમયે થયું હતું. મળતી માહિતી મુજબ બપોર પછીના સમયે અહીં સ્ટંટ સીન નું શૂટિંગ ચાલી રહ્યું હતું દરમિયાન ટર્નલ માંથી આવતી એક કાર અચાનક ઉતરે છે.

અને ત્રણથી ચાર વખત પલટી ખાઇ જાય છે.  આ સિન મુજબ આ કાર નિશ્ચિત જગ્યા પર રોકવાની હતી પરંતુ તે ત્યાં ઉભી રહેતી નથી.

કાર સીધી શૂટિંગ કરી રહેલી ક્રેન સાથે ટક્કર મારી અને બાજુમાં ઊભેલા ટેમ્પા માં ઘુસી ગઈ હતી. આ અકસ્માતની સમગ્ર ઘટના શૂટિંગમાં ચાલી રહેલા કેમેરામાં કેદ થઈ ગઈ છે.

અકસ્માતમાં એક વ્યક્તિ ને ઈજા પહોંચી છે. જ્યારે દૂરથી કાર બે ત્રણ પલટી ખાઈ ગઈ ત્યારે આસપાસના લોકો ભાગવા લાગ્યા હતા અને કાર સીધી જઈને કેન સાથે અથડાઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!