બ્રેક ફેલ થઈ જવાના કારણે એક બસ પેટ્રોલ પંપની અંદર ઘૂસી ગઈ, ત્યારબાદ થયું એવું કે – જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો…

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અકસ્માતની ઘટનાના વિડીયો જોતા હશો. અમુક એવી અકસ્માતની ઘટનાઓ ના વિડીયો સામે આવતા હોય છે. જે જોઈને આપણા પણ રુવાટા ઉભા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બસ પેટ્રોલ પંપની અંદર ઘૂસી જાય છે.

આ અકસ્માતની ઘટનાના દ્રશ્યો પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રેક ફેલ થઈ જવાના કારણે બસ પેટ્રોલ પંપ માં ઘૂસી ગઈ હતી. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, પેટ્રોલ પંપ પર એક પીકપઅ વાહન ઉભેલું દેખાય છે.

આ દરમિયાન એક બસ પેટ્રોલ પંપ ની અંદર ઘૂસી ગઈ હતી. બસે સૌ પ્રથમ પીકઅપને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે બે પેટ્રોલ પંપ ઉખડી ગયા અને એક ઇનોવા કારને પણ નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિ પીકઅપ વાહન અને પંપ વચ્ચે દબાઈ ગયો હતો. આ અકસ્માતમાં આ વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી છે.

આ ગંભીર અકસ્માતની ઘટના બુધવારના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ બની હતી. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે બસની અંદર મુસાફરો સવાર હતા.

અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે પંપ ઉખડી ગયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ બસની અંદર સવાર મુસાફરોમાં નાશ ભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં પીકપ અને પંપ વચ્ચે ફસાઈ જનાર નોશાદ નામના યુવકને ઈજા પહોંચી છે. હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

જ્યારે બસ પીકઅપ વાહનને ટક્કર લગાવે છે ત્યારે પીકઅપ ચાલક બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવી લે છે. આ ગંભીર અકસ્માતની ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*