50 જાનૈયાઓથી ભરેલી બસ 500 મીટર ઊંડી ખીણમાં પલટી ખાઈ ગઈ, 25 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો… ઘટના જોનાર લોકોના ટાંટિયા ધ્રૂજી ગયા..!

Published on: 10:59 am, Wed, 5 October 22

હાલમાં બનેલી એક ખૂબ જ મોટી દુર્ઘટના સામે આવી છે. આ ઘટના 50 જાનૈયાઓથી ભરેલી એક બસ 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. આ ઘટના ઉતરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં મંગળવારના રોજ મોડી રાત્રે બની હતી. જાનૈયાઓથી ભરેલી બસ હરિદ્વારના લાલઢાંગથી કારાગાંવ જઈ રહી હતી.

ત્યારે બસ ચાલકે સીમડી ગામ પાસે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 25 લોકોના મૃત્યુ નીપજ્યા છે. અકસ્માતની ઘટના બની આવા બાદ પોલીસ અને ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટના ગઢવાર જિલ્લાના ખાલી વિસ્તારમાં રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ બની હતી.

રાત હોવાના કારણે ઓપરેશનમાં વિલંબ થયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ઘટના સ્થળે પહોંચી આવી હતી. ખૂબ જ અંધારું હોવાના કારણે મૃતદેહ અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને ફ્લેશની મદદથી ગોતવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બીજા ગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. રાત્રે એક વાગ્યાની આસપાસ ઉતરાખંડ પોલીસે જણાવ્યું હતું કે, નવ લોકોના રિસ્ક્યુ કરવામાં આવ્યા છે. છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને ઉચ્ચ અધિકારીઓને ફોન કરીને ઘટના સ્થળે પહોંચવાનો આદેશ આપ્યો છે. તેઓ પોતે પણ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં રેતી ઓપરેશનની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "50 જાનૈયાઓથી ભરેલી બસ 500 મીટર ઊંડી ખીણમાં પલટી ખાઈ ગઈ, 25 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો… ઘટના જોનાર લોકોના ટાંટિયા ધ્રૂજી ગયા..!"

Leave a comment

Your email address will not be published.


*