મિત્રો આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બસ નદીમાં પડી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક મહિલા શિક્ષક સહિત બે મુસાફરોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે આ ગંભીર અકસ્માતની ઘટનામાં 20થી પણ વધારે મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ગંભીર અકસ્માતની ઘટના મંગળવારના રોજ બની હતી. મંગળવારના રોજ સાંજના સમયે સ્ટેટ હાઇવે 27 પરથી પસાર થતી બસ ભૂતિયા નદીમાં પડી ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના સનાવડ અને ધનગાવ વચ્ચે બની હતી. જ્યારે આ બસ દુર્ઘટના બની ત્યારે 40 થી પણ વધારે મુસાફરો બસમાં સવાર હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ગંભીર અકસ્માતની ઘટનાની જાણ પોલીસ અને 108 ની ટીમને કરી દેવામાં આવી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ સાંજ જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર અકસ્માતની ઘટના ખંડવા જિલ્લામાં બની હતી. મળતી માહિતી અનુસાર બસ ખંડવાથી ઇન્દોર જઈ રહી હતી. પ્રાથમિક માહિતી મુજબ બસ જ્યારે નદીમાં પડી ત્યારે ગ્રામીણ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ગ્રામીણ લોકોએ નદીના કિનારે ઉતરીને બસમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ઘટના બની ત્યારે નદીમાં પાણી ઓછું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે બસના ચાલકે આગળ જઈ રહેલી કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ભારે વરસાદના કારણે રસ્તો લપસણો થઈ ગયો હતો.
આ અકસ્માતની ઘટનામાં રાધા વર્મા નામની મહિલા શિક્ષિકા અને કૈલાશ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા છે અને 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ખંડવા ઈન્દોર વચ્ચેનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે રસ્તાની બંને બાજુ લગભગ બે કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ લાગ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment