સુરતમાં એરથાણા વિસ્તારમાં એક મકાન અચાનક ધરાશાયી, પછી થયું એવું કે તમારી આંખ પણ ભીની થઈ જશે, જુઓ વિડિયો.

266

આજકાલ અવાર-નવાર બનાવ બની રહ્યા છે ત્યારે સુરતના ઓલપાડ તાલુકાના એરથાણ ગામમાં બુધવારે રાત્રે એક મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત દીવાલ ધરાશાયી થતા બાજુના અન્ય બે આવાસ પણ હતા.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનામાં એક જ પરિવારના 6 લોકો મકાન ની નીચે દટાયા હતા. આ સમગ્ર ઘટના દરમ્યાન મળતી માહિતી મુજબ ના સ્થળે જ એક બાળકનું મૃત્યુ થયું છે.

આ ઉપરાંત સામાન્ય ઇજા પહોંચેલા ચાર વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના 10:00 આસપાસ થઇ હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

અને ઇજા પહોંચેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત સારવાર દરમિયાન બે વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું.

તેમજ ઘટનાની જાણ થતાં ફાયર બ્રીગેડ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘરની નીચે દટાઈ ગયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી પણ શરૂ કરી દીધી હતી.

આ ઘટનામાં સુનિતા બેન રાઠોડ, પરેશભાઈ રાઠોડ, ગણપતભાઇ, કમુબેન, પાયલ અને પવન ને ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના પર ગામના સરપંચ અમિશ પટેલે પણ પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.

મળતી માહિતી મુજબ મકાન વર્ષોથી જૂનો હતું તેના કારણે આ સમગ્ર ઘટના બની હતી. આ ઉપરાંત મામલતદાર અને TDO આજે એરથાણ આ ગામની મુલાકાત પણ લીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!