દેશભરમાં દિવસેને દિવસે રખડતા આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. રખડતા આખલાના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રખડતા આખલાના કારણે એક BSF જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. બીએસએફના જવાન ગાય માતાને રોટલી આપવા માટે જતા હતા.
ત્યારે રસ્તામાં એક રખડતા આખલાએ તેમને અડફેટેમાં લીધા હતા. આ કારણોસર તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પછી તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બીએસએફ જવાનના મોતના સમાચાર મળતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે.
વિગતવાર વાત કરીએ તો, આનંદ પ્રકાશ નામના 53 વર્ષના વ્યક્તિ છેલ્લા 34 વર્ષથી BSFમાં ફરજ બજાવતા હતા. આ દિવસોમાં તેઓ રાજસ્થાનના બાડમેરમાં પોસ્ટેડ હતા. 16 જુલાઈ ના રોજ તેઓ સવારે ગાય માતાને રોટલી આપવા માટે ગયા હતા. આ દરમિયાન તેમને એક રખડતા આખલાએ અડફેટેમાં લીધા હતા.
જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં તેમના ગળાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમની જોધપુરની એમ્સમાં સારવાર ચાલુ હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. તેમના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
શનિવારના રોજ સાંજના સમયે બીએસએફના જવાનના પાર્થિવ દેહને કરનાર લાવવામાં આવ્યું હતું. તેમની અંતિમયાત્રામાં જોડાયેલા લોકોના હાથમાં તિરંગા જોવા મળ્યા હતા અને વાતાવરણ ભારત માતાના નારાથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ બધા લોકોએ સવારના પાર્થિવ દેહને સલામી આપીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment