હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ બહેનોના એકના એક ભાઈ પોતાનો જીવ ગુમાવ્યો છે. જબલપુરની ન્યુ લાઇફ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગવાના કારણે ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં વીરસિંહ ઠાકુર નામના વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.
વીરસિંહ હોસ્પિટલમાં વોર્ડ બોય હતા અને તેમણે આ ઘટનામાં ઘણા બીજા લોકોનો જીવ બચાવ્યો છે. બીજાનો જીવ બચાવવા માટે તેમને પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, વીર સિંહનું મૃત્યુ હોસ્પિટલની અંદર શ્વાસ રૂંધાવાથી થયું હતું. વીરસિંહના મૃત્યુના કારણે 6 મહિનાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
વીરસિંહ ત્રણ બહેનો નો એકમાત્ર ભાઈ હતો. વીરસિંહના પિતાનું ઘણા સમય પહેલા મૃત્યુ થયું હતું. નાની બહેને ભાઈને અગ્નિદાહ આપ્યા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. 30 વર્ષીય વીરસિંહ બે વર્ષથી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. તે હોસ્પિટલનો વોર્ડ બોય હતો. દોઢ વર્ષ પહેલાં વીરસીના લગ્ન થયા હતા.
વીરસિંહના પિતા એક રેલવે કર્મચારી હતા, ફરજ દરમ્યાન વીરસિંહના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. વીરસિંહના પરિવારમાં માતા, બે બહેનો, પત્ની અને છ મહિનાની દીકરીએ છે. વીરસિંહની એક બહેન પરીણિત છે. વીરસિંહના મૃત્યુના કારણે પરિવાર આર્થિક રીતે પણ પડી ભાંગ્યું હતું.
મળતી માહિતી અનુસાર કોરોનાના સમયગાળા દરમિયાન વીરસિંહની નોકરી જતી રહી હતી. અગાઉ તે શહેરની મેડજ હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે નોકરી કરતો હતો. ત્યારબાદ તે નવી શરૂ થયેલી હોસ્પિટલમાં ન્યુ લાઇફમાં કામ કરવા માટે ગયો હતો.
ત્યારે ન્યુ લાઈફ હોસ્પિટલમાં બનેલી દુર્ઘટનામાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. રક્ષાબંધન પહેલા એકના એક ભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વીરસિંહના અગ્નિદાહ વખતે તેમની છ વર્ષની માસુમ દિકરી ખૂબ જ રડી રહી હતી. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment