પાંચ બહેનોના એકના એક ભાઈ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધી, સુસાઈડ નોટ વાંચીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે..

છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણી વખત અમુક લોકો નાની વાતને મનમાં લઈને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. કૌશાંબીમાં એક યુવકે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ પગલું ભરનાર યુવકનું નામ રાહુલ છે.

મળતી માહિતી મુજબ રાહુલને નોકરી ન મળવાના કારણે તે પોતાના જીવનથી ખૂબ જ કંટાળી ગયો હતો. છેવટે રાહુલે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી મુજબ જ્યારે રાહુલ 17 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું કેન્સરના કારણે કરૂણ મૃત્યુ થયું હતું.

પિતાના મૃત્યુના બે વર્ષ બાદ રાહુલની માતાનું મૃત્યુ થઈ ગયું હતું. હવે રાહુલ પોતાની પાંચ બહેનો વચ્ચે એકલો ભાઈ હતો. રાહુલ સૌથી નાનો ભાઈ હતો. રાહુલે પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા પોતાની બહેનો માટે એક પત્ર પણ લખ્યો હતો. પત્ર વાંચીને બહેનો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી.

રાહુલે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મોટી બહેન હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. મને અત્યારે કોઈ નોકરી મળતી નથી. અત્યારે મારી પાસે કોઈ પણ પ્રકારની આવક નથી. અને મારો ખર્ચો ઓછો થઈ રહ્યો નથી. આ ઉપરાંત આ રાહુલે લખ્યુ હતું કે, મને મમ્મી પપ્પાની ખૂબ જ યાદ આવે છે.

તેના કારણે હું મમ્મી પપ્પા પાસે જાવ છું. મને અહીંયા ગમતું નથી આ દુનિયા ખૂબ જ ખરાબ છે તે માટે હું દુનિયા છોડીને જાઉં છું.  હું મારું જીવન સમાપ્ત કરવા માંગુ છું. હું મારી બધી બહેનોને ખૂબ જ પ્રેમ કરું છું. તમે બધા મળીને શિખાના લગ્ન કરાવી દેશો. હું મારી જિંદગીમાં એક નાનકડી નોકરી પણ ન મેળવી શક્યો.

હું મારી ફેમિલી ને ખુબ જ પ્રેમ કરું છું. સોરી બહેન મને અહીં મન લાગતું નથી. આ ઉપરાંત રાહુલે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મારા મૃત્યુ પછી પોલીસ કર્મીઓ મારા ફેમિલીને પરેશાન ન કરે. મળતી માહિતી મુજબ રાહુલની મોટી બહેનના લગ્ન થઈ ગયા હતા. રાહુલ પોતાની ચાર બહેનો સાથે રહેતો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*