સુરત જિલ્લાના તાલુકામાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સોસાયટીમાં રમી રહેલા દોઢ વર્ષના બાળકને એક કાર ચાલકે કચડી નાખ્યો હતો. આ કારણસર બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
વિગતવાર વાત કરીએ તો ઉમરા ગામે સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટીમાં રહેતા ચિરાગભાઈનો દોઢ વર્ષનો દીકરો કશ્યપ સોસાયટીમાં રમી રહ્યો હતો. આ દરમિયાન તેમના પડોશમાં રહેતા વિશાલભાઈ પોતાની કાર લઈને ફૂલ સ્પીડમાં જતા હતા. આ દરમિયાન વિશાલ ભાઈને સોસાયટીમાં રમી રહેલો દોઢ વર્ષનો કશ્યપ દેખાયો નહીં.
સુરતમાં સોસાયટીમાં રમી રહેલા 2 બહેનોના એકના એક ભાઈને કાર ચાલકે કચડી નાખતા કરુણ મોત… જુઓ રુવાડા ઊભા કરી દેતા CCTV ફૂટેજ… pic.twitter.com/kun3xrVNKP
— GUJJU ROCKZ (@gujju_rockz) July 15, 2023
વિશાલભાઈ ની બેદરકારીના કારણે દોઢ વર્ષનો કશ્યપ કારની નીચે ગયો હતો. આ વાતની જાણ થતા જ પરિવારના સભ્યો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ દીકરાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન દીકરાનું મોત થયું હતું.
મૃત્યુ પામેલો કશ્યપ બહેનોનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. એકના એક દીકરાનું મોત થતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે કારચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment