એ..ઉછાળી..! ભર બજારમાં બે આખલાઓ એકબીજા સાથે બાખડી પડ્યા, પછી તો બંનેએ કંઈક એવું કર્યું કે… જુઓ આખલાના યુદ્ધના LIVE સીસીટીવી ફૂટેજ…

Published on: 3:58 pm, Fri, 17 March 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. અવારનવાર રખડતા ઢોરને લગતી ઘણી બધી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બનાસકાંઠામાં ધાનેર પાસે બે રખડતા આખલાઓએ બગડાસટી બોલાવી હતી.

ધાનેરામાં ભરબજારે બે આખલા બાખડી પડ્યા, પાણીપુરીની લારીને ફુટબોલની જેમ ઉછાળી  | In the Dhanera market, two bulls ran wild, bouncing Panipuri's lorry like  a football. - Divya Bhaskar

ભર બજારમાં બંને આંખલાઓ એકબીજાની સામે આવતા બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. પછી તો બંને મળીને કંઈક એવું કર્યું કે સ્થાનિક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ભાગવું પડ્યું હતું. સમગ્ર ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા જ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

ધાનેરામાં ભરબજારે બે આખલા બાખડી પડ્યા, પાણીપુરીની લારીને ફુટબોલની જેમ ઉછાળી  | In the Dhanera market, two bulls ran wild, bouncing Panipuri's lorry like  a football. - Divya Bhaskar

મળતી માહિતી અનુસાર આખલાઓએ લડતા લડતા એક પાણીપુરીની લારીને ફૂટબોલની જેમ હવામાં ઉછાળી હતી.વિગતવાર વાત કરીએ તો આ ઘટના ધાનેરા-થરાદ રોડ ઉપર આજરોજ બની છે. અહીં બે રખડતા આખલાઓ અચાનક જ એકબીજાની આમને સામને આવી ગયા હતા.

અને પછી તો બંને વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું હતું અને જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ત્યાર પછી સ્થાનિક લોકોએ બંને આખલાઓને સાંજ પાડવા માટે તેમના પર પાણીનો છંટકાવ પણ કર્યો હતો. પરંતુ આખલાઓ એકબીજાને મૂકવા તૈયાર જ ન હતા. બંને આખલાઓએ મળીને પાણીપુરીની લારી ઊંધી વાળી દીધી હતી.

ધાનેરામાં ભરબજારે બે આખલા બાખડી પડ્યા, પાણીપુરીની લારીને ફુટબોલની જેમ ઉછાળી  | In the Dhanera market, two bulls ran wild, bouncing Panipuri's lorry like  a football. - Divya Bhaskar

જેના કારણે દરરોજનું કમાતા પાણીપુરી વાળાને ભારે નુકસાન વહેવું પડ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.  ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજો જોઈને લોકો નગરપાલિકાની કામગીરી સામે ઘણા બધા સવાલો ઊભા કરી રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરના કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સતત આવી ઘટનાઓ વધતી જાય છે છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના લેવામાં આવતા નથી. જેના કારણે સ્થાનિક લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એ..ઉછાળી..! ભર બજારમાં બે આખલાઓ એકબીજા સાથે બાખડી પડ્યા, પછી તો બંનેએ કંઈક એવું કર્યું કે… જુઓ આખલાના યુદ્ધના LIVE સીસીટીવી ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*