અફઘાનિસ્તાનમાં મસ્જિદમાં ફરી એક વખત ફાટ્યો બોમ્બ, 50 થી વધુ ઈજાગ્રસ્ત, 32 લોકોના મૃત્યુ…

71

અફઘાનિસ્તાનમાં ફરી એક વખત મસ્જિદમાં બોમ્બ ફાટ્યો છે. મળતી માહિતી અનુસાર અફઘાનિસ્તાનના કંધારમાં શિયા સમુદાયની મસ્જિદમાં આજરોજ બોમ્બ ફાટ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં 32 લોકોનાં મૃત્યુ અને 50 થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર મસ્જિદમાં આ ધટના શુક્રવારના રોજ નમાઝ દરમિયાન થઇ હતી. મળતી માહિતી અનુસાર અફઘાનિસ્તાન માં સતત બીજી વાર શુક્રવાર શિયા મસ્જિદને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનના કુંદુજ શહેરમાં ગત શુક્રવારે શિયા મસ્જિદમાં નમાઝ દરમિયાન જોરદાર ધડાકો થયો હતો. આ ઘટનામાં 100 લોકોના મૃત્યુ થયા હતા.

ઘટના બની ત્યારે 300 થી પણ વધુ લોકો મસ્જિદ માં હાજર હતા. આ પહેલા પણ 3 ઓક્ટોબરના રોજ કાબુલની એક મસ્જિદમાં જોરદાર ધડાકો થયો હતો તેમાં 5 લોકોના મૃત્યુ થયા હતા.

અને જ્યારે આજરોજ આ ઘટના બની તેમાં 32 લોકોનાં મૃત્યુ થયા હતા અને 50 થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ આ ઘટનામાં હજુ પણ મૃત્યુનો આંકડો વધી શકે છે તેવી સંભાવનાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!`