સાવ નાની એવી વાતમાં ભાજપ નેતાએ પોતાની પત્નીને ગોળી મારીને તેનો જીવ લઇ લીધો… જાણો પતિ-પત્ની વચ્ચે એવું તો શું થયું હશે..?

દેશભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસેને દિવસે બધી રહે છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં પતિ-પત્ની વચ્ચે સાવ નાની એવી વાતમાં થયેલા ઝઘડાનો કરુણ અંત આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ભાજપના એક નેતા અને તેની પત્ની સાથે ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં આવીને પતિએ પોતાની લાયસન્સ વાળી બંદૂકથી પોતાની પત્ની ઉપર ફાયરિંગ કર્યું હતું.

આ દરમિયાન દીકરી પોતાની માતાને બચાવવા માટે આવે છે, ત્યારે બાપે પોતાની દીકરી ઉપર પણ પ્રહાર કર્યા હતા. ભાજપના નેતા એ પોતાની પત્ની ઉપર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના ભોપાલમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટના સોમવાર-મંગળવારની વચ્ચેની રાતમાં બની છે. હાલમાં તો પોલીસે આરોપી નેતાને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો, રાજેન્દ્ર પાંડે નામના ભાજપના નેતાને દારૂ પીવાની લત છે. દારૂ પીને તે દરરોજ ઘરે આવતો હતો અને પોતાની પત્ની સાથે ઝઘડો કરતો હતો. સોમવારના રોજ રાજેન્દ્ર પાંડે પોતાના એક સંબંધી સાથે દારૂ પી રહ્યો હતો. ત્યારે પત્નીએ પોતાના પતિને દારૂ પીવાની ના પાડી હતી, ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.

આ દરમિયાન રાજેન્દ્ર પાંડેની મોટી દીકરી પોતાના પતિ સાથે પિયરમાં આવી હતી. ત્યારે માતા પિતા વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આ વાતની જાણ થયા બાદ તે પોતાના પતિ સાથે ઉપરના રૂમમાં ચાલી ગઈ હતી. ત્યારબાદ દીકરીએ આ વાતની જાણ પોતાના દાદાને કરી હતી. સસરા ઘરે આવે છે આ વાત સાંભળતા જ રાજેન્દ્ર ત્યાંથી ચાલ્યો ગયો હતો.

થોડીક વાર પછી તે પાછો આવ્યો હતો અને ઘરની બહાર ઉભો રહીને બુમાબુમ કરવા લાગ્યો હતો. ત્યારબાદ પોતાની કારમાં મૂકેલી પોતાની લાયસન્સ વાળી બંદૂક બહાર કાઢી હતી અને પછી પોતાની પત્ની શીલા ઉપર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ દીકરીએ આ વાતની જાણ પોલીસને કરી હતી.

ત્યાં સુધીમાં તો રાજેન્દ્ર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં રાજેન્દ્ર ની પત્ની શીલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ગયું હતું. હાલમાં તો પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*