આજકાલ સોશિયલ મીડિયાનાં જમાનામાં લોકો ચાલતી બાઈક અને ચાલતી કાર પર ઈન્સ્ટાગ્રામ માં લાઈવ થાય છે. ત્યારે આવા સંજોગોમાં ઘણી વખત અકસ્માત પણ સર્જાય છે. ત્યારે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના મંગળવારના રોજ રાત્રે બનેલી છે.
રાત્રિના સમયે બે બાઈક એક બીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 યુવાનોના મૃત્યુ થયા છે અને 3 લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સુમેરપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળ્યું કે જ્યારે ઇજાગ્રસ્ત પોતાની બાઇક લઇને પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા જઈ રહ્યો હતો ત્યારે તે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈ રહ્યો હતો.
તે દરમિયાન સામેથી આવતી બાઇક સાથે તેની બાઈક ની ટક્કર થઈ હતી. આ સમગ્ર ઘટનામાં 25 વર્ષના રાહુલ ઈશ્વરલાલ અને 28 વર્ષના પુખરાજ ભવરલાલ રાવળનું મૃત્યુ થયું છે.
મળતી માહિતી મુજબ ચાલતી બાઈક પર એક યુવક ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈ રહ્યો હતો તેના કારણે તેનું ધ્યાન બાઈક પરથી હટી ગયું હતું અને આ અકસ્માત સર્જાયો હતું.
એક જણાની બેદરકારીના કારણે બે યુવકોએ પોતાનો જીવ ગુમાવવો પડયો છે. તે માટે ચાલતી બાઈક પર મોબાઈલ નો વપરાશ ઓછો કરવો જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!