આજ થી ત્રણ દિવસ માટે ભાજપ ની કારોબારી બેઠક મળશે. ભાજપના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય કારોબારી ગુજરાતમાં મળશે જે કારોબારી બેઠક કેવડીયા કોલોની ખાતે યોજવામાં આવશે. આજ થી ત્રણ દિવસ માટે રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાશે
અને ભાજપની રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ સહિતના હોદ્દેદારો હાજરી આપશે.આજરોજથી 7 ડિસેમ્બર સુધી કેવડિયા ખાતે કારોબારીનો આરંભ થશે. ઓબીસી સમાજના ભાજપના નેતાઓ અને દેશના તેમજ જુદા જુદા રાજ્યના મંત્રીઓ બેઠકમાં હાજરી આપશે.
કાલાવડ શહેરની ભાજપની કારોબારી બેઠક શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ વ્હોરા ની અધ્યક્ષતામાં અને જિલ્લા ભાજપના મહામંત્રી મનોજભાઈ જાની ની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવશે.હસુભાઈ વોરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ની પાર્ટી છે.
તેથી સમાન વિચારધારા ના કાર્યકર્તાઓ થી જ સફળતા પ્રાપ્ત થાય છે. મહિસાગર જિલ્લા ભાજપ કારોબારી બેઠક શીતલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાઇ હતી. બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાત
વિધાનસભાની 182 માંથી 182 બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલે તેવો સંકલ્પ લીધો છે. સરકાર નો કાર્યક્રમ જેમાં હર દસ્તક જે તમામ બૂથ પર થાય તેવા તમામ કાર્યકર્તાઓને જોડાવાની અપીલ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!