આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે ભારે વરસાદના વિનાશ સર્જ્યો છે. જેના કારણે ભૂસ્ખલન અને સંપત્તિને નુકસાન થયું છે, રાજ્યમાં વરસાદે ઘણા લોકોના જીવ લીધા છે. જ્યારે ઘણા લોકોને ઘર છોડવાની ફરજ પડી છે,
આવા ઘણા વિડીયો સામે આવ્યા છે જે દર્શાવે છે કે કેવી રીતે પુર અને ભૂસ્ખલનથી પ્રવાસ સ્થળને ભારે નુકસાન થયું છે. આવો જ એક વિડીયો જેમાં ભયાનક ક્ષણ કેદ થઈ છે, જેણે સોશિયલ મીડિયા યુઝર્સને ડરાવી દીધા છે. વાયરલ થયેલા વીડિયોમાં એક જે.સી.બી મશીન ડ્રાઇવર અને કેટલાક મજૂરો પહાડો પરથી પડી રહેલા ખડકો માંથી માંડ માંડ બચ્યા હતા.
ચંદીગઢ મનાલી હાઇવે છેલ્લા બે અઠવાડિયા ના વરસાદ બાદ મંડી અને કુલ્લુ વચ્ચે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આ રોડને ટ્રાફિક માટે પુન:સ્થાપિત કરી દીધો છે. ક્ષતિગ્રસ્ત રસ્તાને પહોળો કરવા માટે મનાલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં વર્ક ફોર્સ અને મશીનરી તૈનાત કરવામાં આવી છે.
પરંતુ 17 જુલાઈએ હિમાચલ પ્રદેશમાં ફરીથી ભારે વરસાદ થયો જેના કારણે રીપેરીંગ કામ માટે ઉભેલા જે.સી.બી મશીન પર પથ્થરો પડવા લાગ્યા હતા. ત્યારે તેમાં બેઠેલો ડ્રાઇવર ભાગવાનો પ્રયાસ કરે છે અને સદનસીબે આ અકસ્માતમાં તે બચી જાય છે. કોઈને ઈજા કે નુકસાન ની કોઈ ઘટના નોંધાઇ નથી. આ ઉપરાંત હજુ પણ સમારકામ ચાલુ છે, જોકે વરસાદ રાજ્યમાં રહેતા લોકો માટે ખતરો ઉભો કરે છે.
A narrow escape for JCB drivers and other persons as Big boulders fell down on 7 mile
17th July 2023
Mandi , Himachal Pradesh pic.twitter.com/ncAK9699pm— Weatherman Shubham (@shubhamtorres09) July 17, 2023
વરસાદને કારણે વારંવાર ભુસ્ખલન થઈ રહ્યું છે, જે નેશનલ હાઈવે પુલો અને રહેણાંક વિસ્તારોને પણ નુકસાન પહોંચાડે છે. આ વિડીયો વેધરમેન શુભમ નામના ટ્વીટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. વિડિયો શેર કરતા તેણે લખ્યું 17 મી જુલાઈ 2023 ના રોજ હિમાચલ પ્રદેશના મંડીમાં પથ્થરો પડતા જેસીબી ડ્રાઇવર અને અન્ય લોકો બચી ગયા હતા.
આ ભયાનક વિડીયોએ યુઝર્સને ચોકાવી દીધા છે, પ્રકૃતિને ક્રૂર ગણાવીને ઘણા લોકોએ કામદારો માટે ચિંતા વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું કે પહાડો ને સુરક્ષિત કર્યા વિના અંધાધૂંધ રસ્તા નું નિર્માણ. જો આપણે ભવિષ્ય પર ધ્યાન નહીં આપે તો ઘણા લોકોના જીવ જશે. અન્ય યુઝરે ટ્વિટ કર્યું, સારી વાત છે કે તે સમયસર બહાર નીકળી ગયો. ટ્વીટર પર અપલોડ કરવામાં આવ્યો ત્યારથી આ વિડીયો લગભગ 3.30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment