શિયાળા અને ઉનાળા કરતા ચોમાસાની સીઝનની સૌથી વધારે લોકોમાં ચર્ચા રહેતી હોય છે કારણ કે ચોમાસુ પર જ ખેતી નિર્ભર રહે છે અને આવામાં વરસાદનું સાચું મહત્વ તો ખેડૂતોને હોય છે અને ચોમાસામાં વરસાદ કેટલો પડશે તેની હંમેશા આપણે બધા ઉનાળાથી રાહ જોતા હોઈએ છીએ
અને હાલમાં બે થી ત્રણ વર્ષથી હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો પણ વરસાદને લઈને અવારનવાર આગાહી કરતા હોય છે ત્યારે હવે અંબાલાલ પટેલ મેદાને આવ્યા છીએ અને દેશમાં જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી 106 ટકા જેટલાઓ વરસાદ થવાનું અનુમાન છે.
એક બાજુ હવામાન નિષ્ણાતે કહ્યું કે ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેશે અને ચોમાસામાં વરસાદ સારો થાય તે માટે અનેક પરિબળો કામ કરતા હોય છે તેમનું એક પરિબળ છે જેના આધારે ચોમાસું સારું રહેવાનું અનુમાન લગાવવામાં આવી શકે છે. મોનસુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતા હોય છે
અને અરબ દેશોમાંથી ધૂળકટ આવશે.એપ્રિલ અને મે મહિનામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે. આ દરમિયાન હવામાનમાં ભારે હલચલ જોવા મળશે અને ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા છે.આ સાથે અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે
અને મે મહિનાના અંત અને જૂન પહેલા અઠવાડિયામાં અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે અને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 17 થી 24 મેં આજુબાજુ અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ સક્રિય થઈ શકે છે અને ત્યારબાદ તે ધીરે ધીરે રાજ્ય તરફ આવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment