135 લોકોનો જીવ લેનાર મોરબી દુર્ઘટનાને લઈને કોર્ટનો મોટો હુકમ, હવે આરોપી જયસુખ પટેલને જવું પડશે… તમે જ કહો આરોપીને શું સજા થવી જોઈએ..?

મિત્રો આજથી ઘણા સમય પહેલા મોરબીમાં એક મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનામાં મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટતાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે મોરબી દુર્ઘટનાના મામલે આજે કોટે મોટો હુકમ કર્યો છે. મિત્રો તમને જણાવી દે કે આજે જયસુખ પટેલને મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાં જયસુખ પટેલને જેલને હવાલે કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો. પોલીસ જયસુખ પટેલની મેડિકલ તપાસ કરાવીને જયસુખ પટેલને જેલને હવાલે કરશે. આ પહેલા જયસુખ પટેલને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે સાત દિવસની રિમાન્ડ મંજૂર કરી હતી.

આજરોજ રિમાન્ડ પૂરી થતાં જ ફરી એક વખત જયસુખ પટેલને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે આજે પણ પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ કોટે જયસુખ પટેલને જેલને હવાલે કરવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી અનુસાર ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર દ્વારા જયસુખ પટેલને સમર્થન આપવામાં આવ્યું હતું.

ઉમિયાધામ માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર ધામ દ્વારા આરોપી જયસુખ પટેલના સમર્થનમાં એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે ઝુલતા પોલની ટિકિટ થી જયસુખ પટેલ કમાણી કરતા હતા તે વાત તદ્દન ખોટી છે. જયસુખ પટેલ અને તેમની કંપની દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ મેન્ટેનન્સ માટે કરવામાં આવ્યો છે.

હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે જયસુખ પટેલને શું સજા મળે છે. મિત્રો તમારા મંતવ્ય મુજબ જયસુખ પટેલને શું સજા મળવી જોઈએ તે કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ જરૂર કરજો. મોરબીમાં 30 નવેમ્બર 2022 ના રોજ ઝૂલતો પુલ અચાનક જ તૂટી પડ્યો હતો.

આ દરમિયાન પુલ પર હાજર સેકડો લોકો એક સાથે મચ્છુ નદીમાં ખાબકીયા હતા. આ ઘટનામાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મોરબીમાં બનેલી ઘટનાના કારણે ઘણા હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે. આ ઘટનામાં ઘણા આખા પરિવાર પણ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*