મોરબીના સામા કાંઠા વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે સામાન્ય લપ થઈ હતી. જેમાં આધેડ વ્યક્તિની તિષ્ણ હથિયાર ના ઘા વાગતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર માટે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું અને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
અને હત્યા કરનાર વ્યક્તિને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.મળતી વિગત મુજબ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં ગત રાત્રિના રોજ ફટાકડા ફોડવા બાબત એક બોલાચાલી થઈ હતી અને તેમાં રાજેશ ગઢવી નામના વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
જેમાં રાજેશ ગઢવી નામના વ્યક્તિને સારવાર અર્થે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હોવાનો બનાવ સામે આવ્યો છે.ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં મૃતકના ભાણેજ સિદ્ધાર્થ ગઢવી એ વાતચીત કરતા જણાવ્યું કે
ગત રાત્રીના મૃતક રાજેશ ગઢવી પોતાના મકાનની બહાર બેઠા હતા અને તે સમયે લાખાભાઈ નામના વ્યક્તિના ઘર પાસે વલ્લી નામનો વ્યક્તિ ફટાકડા ફોડી રહ્યો હતો.આ ઘટના દરમિયાન લાખાભાઈ નામના વ્યક્તિએ ફટાકડા ન ફોડવા બાબતે જણાવ્યું પરંતુ બંને વચ્ચે તેમાં બોલાચાલી થઈ અને ત્યારે આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે તે માટે રાજેશ ગઢવીએ મધ્યસ્થા
કરવા માટે પહોંચ્યા હતા. જે મધ્યસ્થા કરવા જતા વલ્લી નામના વ્યક્તિએ રાજેશ ગઢવી ના છાતીના ભાગે હતાયાર ના ઘા ઝીંક્યા હતા. જેથી તે વ્યક્તિનું મૃત્યુ થયું હતું ત્યારે ગઢવી પરિવારમાં હાલમાં દિવાળીના સમયે શોપ નું મોજુ ફરી વળ્યું છે ત્યારે બીજી તરફ મોરબી પોલીસે ગુનો નોંધી અને આરોપી વલ્લી નામના વ્યક્તિ ની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment