બદ્રીનાથ મંદિર જતા પહેલા જોઈ લેજો આ વિડીયો..! બદ્રીનાથ હાઇવે પર થયું મોટું ભૂસ્ખલન…યાત્રીઓને ગાડી મૂકીને ભાગવું પડ્યું… જુઓ વાયરલ વિડિયો…

Published on: 5:24 pm, Fri, 5 May 23

મિત્રો હાલમાં એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બદ્રીનાથ હાઈવે(Badrinath Highway) પર એક મોટું ભૂસ્ખલન થયું છે. આ કારણોસર વહીવટી તંત્રએ બદ્રીનાથ(Badrinath) યાત્રાને રોકી દીધી છે. મળતી માહિતી અનુસાર બદ્રીનાથ હાઇવે પર હેલંગમાં(Helang) ભૂસ્ખલન(Landslide) થતા રસ્તો બંધ થઈ ગયો છે.

આ ભૂસ્ખલનનો એક વિડીયો ઉપર હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે બદ્રીનાથ હાઈવે બંધ થતા હજારો મુસાફરો ત્યાં ફસાયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે અચાનક જ એક મોટો પહાડ તૂટી પડે છે, જેના કારણે હાઇવે રોડ બંધ થઈ જાય છે.

ખડક પડવાનો વિડીયો આટલો ભયાનક હતો કે વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાડા ઉભા થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે ત્યાં હાજર લોકોની ચીસો સંભળાઈ રહે છે. પથ્થરો તૂટીને નીચે પડતા જોઈને ત્યાં હાજર યાત્રીઓ પોતાનો જીવ બચાવવા માટે ગાડી મૂકીને ભાગતા નજરે પડી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં વાહનો અને એક પણ મુસાફરને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી.

હાઇવે રોડ બંધ થતા જ યાત્રા રોકી દેવામાં આવી છે. જેના કારણે હજારો મુસાફરો રસ્તા ઉપર ફસાયેલા છે. આ મામલે વહીવટી તંત્ર એ માહિતી આપી છે. હાલમાં તો બદ્રીનાથ યાત્રા બંધ કરી દેવામાં આવી છે. જ્યારે રસ્તો સંપૂર્ણ રીતે ખુલશે પછી યાત્રા શરૂ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો