સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે સુરતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરત શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગનું સ્તંભ ગણાય છે. સુરત શહેરમાં રહેતા ઉદ્યોગપતિઓ અને તેના ઉદ્યોગોને લઈને મહત્વના નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં કોરોનાની મહામારી ના કારણે ઉદ્યોગ ધંધા પર ખૂબ જ ખરાબ અસર થઈ હતી. તેના કારણે ફાઈટ સેવાઓમાં પણ તેની અસર જોવા મળી હતી. સુરત શહેરમાં આગામી દિવસોમાં વધુ પાંચ જેટલી ફ્લાઇટ સેવાઓ શરૂ કરવામાં આવશે.
તેના કારણે ઉદ્યોગપતિઓ અને સુરતવાસીઓ માં ખુશી જોવા મળી રહી છે. આ ફલાઈટ સેવાઓ શહેરમાં 16 અને 17 જુલાઈ બાદ શરૂ કરવામાં આવશે.
સુરત શહેરમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી. અને તેના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા હતા. સુરત શહેરમાં ભાંગી પડેલા ઉદ્યોગને પાટા પર લાવવા માટે આ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
સમગ્ર દેશમાં સુરત શહેરને હીરાઉદ્યોગ અને કાપડ ઉદ્યોગનું મોટું હબ ગણવામાં આવે છે. જેના કારણે સ્પાઈસ જેટ હવે શહેરમાં વધુ પાંચ ફલાઈટ સુવિધાઓ શરૂ કરશે. શહેરમાં આ સુવિધા સુરત થી જયપુર ની ડેઈલી ફ્લાઇટ શરૂ થશે.
આ ઉપરાંત પુણે, બેંગલોર, હૈદરાબાદ અને જબલપુરની ફ્લાઇટ સેવાઓ પણ શરૂ કરાશે. સુરત શહેરમાં આ ફલાઈટ સેવાઓ વધારવા ના કારણે ઉદ્યોગ કરતા લોકો માટે ખૂબ જ સારું પડશે અને સુરતવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment