કોરોના મહામારી વચ્ચે વાહનચાલકોને સરકારે આપી મોટી ભેટ, જાણો વિગતે.

Published on: 3:26 pm, Fri, 22 January 21

ફરી એકવાર ગુજરાત રાજ્યના વાહન ચાલકો માટે મોટા સમાચાર મળી રહ્યા છે.જો તમારી પાસે જૂનું લાયસન્સ હોય તો આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ તમારા માટે છે. જો તમારું લાયસન્સ વર્ષ 2010 પહેલા ઇસ્યુ થયું હશે અને તમારે તેને રીન્યુ કરાવવાનું હશે

તો તમારે તેનું બેકલોક કરાવવું પડશે. પહેલા રીન્યુ કરાવતા પહેલા બેકલોક કરાવવા માટે આરટીઓ સુધી ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે સરકાર દ્વારા તમામ પ્રક્રિયા ઓનલાઇન કરી દેવામાં આવતા અરજદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

અરજદારનું લાયસન્સ 2010 પહેલા શું થયું હોય તેઓએ લાયસન્સ રીન્યુ કરાવવાનું હોય અથવા તો ડુબલીકેટ કરાવવું હોય તો તે માટે અરજદારે બેકલોક કરાવવા માટે આરટીઓ સુધી ધક્કા ખાવા પડતા હતા.

કારણ કે આરટીઓ પાસે 2010 પહેલાનો ડેટા ઓનલાઇન ઉપલબ્ધ નથી.ત્યારે હવે તેઓ ઘરે બેઠા જ લાઇસન્સ નું બેંકલોગ કરી શકે છે.અરજદારે બેકલોગની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરતા પહેલા જુના લાયસન્સની કોપી સ્કેન કરવી પડશે.

જો તમારે ઓનલાઈન એપ્લિકેશન સબમીટ કરવી હોય તો પ્રથમ parivahan.gov.in વેબસાઈટ ઓપન કરો અને ત્યારબાદ ઓનલાઇન સર્વિસ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ડ્રાઇવિંગ રિલેટેડ સર્વિસ પર જાઓ અને સિલેક્ટ સ્ટેટ કર્યા બાદ એપ્લાય ઓનલાઈન કરો.

તેમાં સર્વિસ ઓન ડ્રાઇવિંગ લાયસન્સ સિલેક્ટ કરો.તેમાં તમે એન્ટર DL નંબર અને ડેટ ઓફ બર્થ એન્ટર કરો. ફીલ અપ બેકલોગ ફ્રોમ અને એપ્લિકેશન સબમિટ કરો.આ રીતે આખી પ્રોસેસ થી તમે ઘરબેઠા લાયસન્સ નું બેક્લોગ કરી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના મહામારી વચ્ચે વાહનચાલકોને સરકારે આપી મોટી ભેટ, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*