લ્યો બોલો..! કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈને કરાઈ મોટી આગાહી, દરિયાકાંઠાના વિસ્તારોને ખાસ વોર્નિંગ…

ગુજરાત રાજ્યમાં હાલમાં કાળજાળ ગરમી પડી રહી છે જોકે હજુ વહેલી સવારે અને રાતે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ વરસવાની આગાહી કરી છે અને આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિસકમ્ફર્ટ કન્ડિશનની વોર્નિંગ પણ આપવામાં આવી છે.

અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિકે આપેલી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આજથી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. એ બાદ બે દિવસ છુટા છવાયા સ્થળો પર સામાન્ય વરસાદની શક્યતા છે અને આ સાથે તેમને તાપમાન અંગેની વાત કરતા જણાવ્યું કે હાલ પાંચ દિવસ તાપમાનમાં કઈ મોટો ફેરફાર નહીં દેખાય.

ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યું કે પાંચમા દિવસ એટલે કે 12મી એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને સુરત જિલ્લાના છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદ થવાની સંભાવના છે.13મી એપ્રિલ ના રોજ ઉત્તર ગુજરાતના પ્રદેશના જિલ્લાઓ જેમકે બનાસકાંઠા કચ્છ જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળોએ

હળવો વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે.આ સાથે તેમને જણાવ્યું કે આ વરસાદ વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે થશે અને તેમને એમ પણ જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવનારા પાંચ દિવસ માટે હોટ અને હુમીદ એર ને કારણે ડિસકમ્ફર્ટ કન્ડિશનની વોર્નિંગ આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*