આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી ને લઈને રાજ્ય ચૂંટણી પંચ નો મોટો નિર્ણય,આ બેઠકો પર…

Published on: 12:19 pm, Wed, 8 December 21

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ઓબીસી અનામત પર પ્રતિબંધ મુકયા બાદ મહારાષ્ટ્રના રાજ્ય ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર હવે આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં બેઠકોની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે

જે અત્યાર સુધી OBC માટે અનામત હતી.રાજ્યની 106 નગર પંચાયતો ની 344 OBC બેઠકો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સંસ્થાઓમાં OBC અનામત બેઠકોની ચૂંટણી ભલે મોકૂફ રાખી હોય પરંતુ અન્ય બેઠકોની ચૂંટણી નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે.

રાજ્યની 106 નગરપાલિકાઓની કુલ 1802 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે.આ ઉપરાંત ભંડારા મ્યુનિસિપલ કાઉન્સિલની કુલ 52 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી તેમાંથી 13 બેઠકો OBC માટે અનામત છે. આ બેઠકો પરની ચૂંટણી પણ હાલ મોકૂફ રાખવામાં આવી છે

અને ગોંદિયા જિલ્લા પરિષદની 53 માંથી 10 OBC બેઠકો પર ચૂંટણી પણ મોકૂફ રાખવામાં આવી છે. આ રીતે ભંડારા અને ગોંદિયા જિલ્લા પરિષદની ફૂલ 23 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવશે નહીં.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમ કોર્ટના 6 ડિસેમ્બર 2021 આદેશ અનુસાર, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અને OBC ક્વોટા હેઠળ ની અનામત બેઠકો પર 21 ડિસેમ્બર 2021 ના રોજ યોજાનારી પેટા ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!