સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ મુદ્દે પ્રધાનમંત્રી મોદી આજે જ તાબડતોબ બેઠક બોલાવી જેમાં શિક્ષણ મંત્રી સહિત અધિકારીઓ સામેલ થયા હતા. સીબીએસઈ બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે આજે પ્રધાનમંત્રી મોદી આ પરીક્ષા મુદ્દે મોટી બેઠક બોલાવી હતી.
જેમાં બોર્ડ અને સરકારના મોટા મોટા અધિકારીઓ તથા શિક્ષણ મંત્રી સામેલ થયા હતા. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સીબીએસઈ બોર્ડ ની ધોરણ 10 ની પરીક્ષા લેવામાં આવશે નહીં અને ધોરણ 12 માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
કે પહેલી જૂન બાદ પરિસ્થિતિને જોયા બાદ પરીક્ષા લેવામાં આવશે. નોંધનીય છે કે આખા ભારતમાં કોરોનાવાયરસ ની બીજી ઘાતક લહેર ચાલી રહી છે અને આજે તો કેસ એક લાખ 80 હજાર ને પાર થઈ ગયા છે.
દરરોજ કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે પરીક્ષા લેવા મુદ્દે સવાલ ઊભા થયા હતા ત્યારે પ્રધાનમંત્રી મોદી આ મુદ્દે બેઠકમાં ચર્ચા કરી હતી.
મધ્યપ્રદેશમાં પણ કોરોનાવાયરસ ના કહેરના કારણે બોર્ડની પરીક્ષાઓને એક મહિના માટે મોફુફ કરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસ વધતા સતત ચિંતામાં વધારો જોવા મળ્યો છે.
કોરોનાવાયરસ ની વધતી મહામારી ના કારણે સીબીએસઈ બોર્ડના ધોરણ 10 અને 12 ની પરીક્ષા ઉપર ફરી ગ્રહણ લાગે તેવું દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને હવે રાજનેતાઓ દ્વારા આ મુદ્દે માંગ કરવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment