સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ ને મોટો ફટકો, આ દિગ્ગજ નેતા સહિત અન્ય કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં

Published on: 6:17 pm, Sat, 26 December 20

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ માં એક પછી એક ભંગારના સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે હવે સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસમાં ગાબડું પડયું છે. ડાંગ જિલ્લા કોંગ્રેસના 25 થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. જિલ્લાસ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત પંચાયતના માજી બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવિત મંત્રી ગણપત વસાવા ના હસ્તે ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાયા છે.

ગુજરાત રાજ્યમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની શક્યતા છે ત્યારે બંને પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો સહિત સરપંચ.

અને ઉપસરપંચ મળી ફૂલ 25 થી વધુ આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે અને ડાંગ કોંગ્રેસના ચાણક્ય ગણાતા ચંદર ગાવીત ભાજપમાં જવાથી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું તેમ ગણાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!