ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જાન્યુઆરીની આ તારીખે થઈ શકે છે મોટું એલાન, જાણો

Published on: 4:18 pm, Sun, 20 December 20

ગુજરાતની મહાનગરપાલિકા, નગર પાલિકા અને જિલ્લા પંચાયત તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ હજી સુધી જાહેર થઈ નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો મેદાને ઉતર્યા છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ તૈયારીઓ વચ્ચે ચૂંટણીપંચના એલાન તરફ સૌની નજર છે. આ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

જે મુજબ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટું એલાન જાન્યુઆરી મહિનાની 20 તારીખે ચૂંટણી ની તારીખ નું થઈ શકે છે.છ મહાનગરપાલિકાની ચૂંટણી 15થી 21 ફેબ્રુઆરી સુધીમાં યોજાય અને 21 મી ફેબ્રુઆરીએ મતદાન થાય તેવી પૂરી શક્યતાઓ સેવાઇ રહી છે.આ છ મહાનગરપાલિકાની અને 81 નગર પાલિકાની એકસાથે ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી બાદ બીજા તબક્કામાં પંચાયતની ચૂંટણી 25 થી 28 ફેબ્રુઆરીની વચ્ચે યોજાય તેવી શક્યતા છે. ચૂંટણી બાદ મતગણતરી બીજી માર્ચે યોજાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની નવી મતદાર યાદી તૈયાર થશે જે જાન્યુઆરીના અંતમાં પ્રસિદ્ધ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમા weરું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!