મિત્રો આ સોશિયલ મીડિયાના જમાનામાં દરરોજ સોશિયલ મીડિયા પર ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણી આંખોમાં આંસુ આવી જતા હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે પણ ભાવુક થઈ જશો.
મિત્રો તમને બધાને ખબર હશે કે કેન્સર એક જીવલેણ રોગ છે. જો સમયસર કેન્સરના રોગની સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. કેન્સરના રોગની સારવાર ઘણી બધી મોંઘી છે અને સારવાર દરમિયાન મનુષ્યને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
મિત્રો તમે જોયું હશે કે કેન્સર પીડિત મોટેભાગના લોકો પોતાના વાળ કપાવતા હોય છે. ખાસ કરીને જ્યારે કેન્સર પીડિત મહિલાઓને વાળ કપાવાનો વારો આવે છે. ત્યારે તે મહિલાને કેટલું દુઃખ થાય છે તે આપણે કલ્પના પણ નહીં કરી શકે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે વીડિયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેન્સર પેઢી એક મહિલા રડતા રડતા વાળંદ પાસે પોતાના વાળ કપાવી રહી છે. મિત્રો આ મહિલાનું દુઃખ જોઈને વાળ કાપી રહેલો વાળંદ પણ મહિલાની નજર સામે પોતાના વાળનું બલિદાન આપી દે છે. જેના કારણે મહિલા ચોધાર આંસુએ રડવા લાગે છે.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ટ્વીટર પર @Brink_Thinker નામના આઈડી પર શેર કરવામાં આવ્યો છે. એક મિનિટ અને 21 સેકન્ડનો આ વિડીયો અત્યાર સુધીમાં 18 મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે.
A cancer patient visits her hairdresser and he does the unexpected 💕pic.twitter.com/VK5EgAoahx
— Kevin W. (@Brink_Thinker) January 16, 2023
એટલે કે આ વિડીયો 1.8 કરોડથી પણ વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ભલભલા કઠણ દિલના લોકો વિડીયો જોઈને પીગળી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment