એક બાળક તરસ્યા કબૂતરને અનોખી રીતે પીવડાવી રહ્યો છે પાણી – વિડીયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો.

82

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે અત્યાર સુધીમાં ઘણા લોકોને પશુ-પંખીઓની મદદ કરતા જોયા હશે.

જ્યારે ઉનાળામાં લોકો પોતાની ઘરની બહાર પશુ-પંખીઓ માટે પાણી પણ મૂકે છે ત્યારે પશુ-પંખીને મદદ કરતો તેવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ઉપરાંત લોકો ઉનાળામાં બાલ્કનીમાં પક્ષીઓને પીવા માટે પાણી ના ભરેલા અમુક પાત્ર મૂકી રાખે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છાપરા પર કબુતર આવીને બેસે છે. કબુતર ને જોતા એવું લાગી રહ્યું છે કે કબુતર પ્રાણીનું તરસ્યો છે. ત્યારે એક બાળક આ કબૂતરને જોઈને તેને પાણી પીવડાવવાની પ્રયત્ન કરે છે.

બાળક એક ગ્લાસમાં પાણી ભરીને લાવે છે અને ચમચી વડે છાપરા પર પાણી ઢોળે છે પરંતુ કબુતર બાળક પર વિશ્વાસ કરતું નથી. પરંતુ બાળક પોતાનો હાથ જ્યારે કબુતર તરફ આગળ વધારે છે ત્યારે કબુતર બાળક પર વિશ્વાસ કરે છે અને કબૂતર ચમચી માંથી પાણી પીવાનું શરૂ કરે છે.

નાનકડા બાળકના ઉદારતા નો વિડીયો એક વ્યક્તિ પોતાના મોબાઈલમાં કેદ કરી લે છે. બાળકની ઉદારતાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે એ લોકો બાળકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!