મિત્રો આપણે સોશિયલ મીડિયામાં ઘણી વખત જંગલી પ્રાણીઓના અવારનવાર વિડીયો જોતા હશે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર જંગલના રાજા કહેવાતા સિંહના શિકારના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. જ્યારે સિંહ શિકાર ઉપર નીકળે ત્યારે ભલભલા પ્રાણીઓને પોતાનો જીવ બચાવવા માટે ભાગવું પડતું હોય છે.
પરંતુ અમુક વખત ઘણા જંગલી પ્રાણીઓની તાકાતની સામે સિંહને પણ પીછે હટ કરવી પડતી હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક હાથીના બચ્ચાની ગજબ હિંમતની સામે 14-14 સિંહણોને ઉભી પુછડીએ ભાગવું પડે છે. વાયરલ થયેલો વિડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે 14 જેટલી સિંહણો એક હાથીના બચ્ચા ઉપર પ્રહાર કરતી જોવા મળી રહે છે. આટલી બધી સિંહણોને જોઈને હાથીની બચ્ચું ડરતું નથી પરંતુ તે તેનો સામનો કરે છે. હાથીના બચ્ચાની હિંમત જોઈને સિંહણને મેદાન છોડીને ભાગવું પડે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહણો હાથીના બચ્ચાનો શિકાર કરવા માટે ઘણા બધા પ્રયાસો કરી રહી છે.
આટલું જ નહીં પરંતુ એક સિંહણ તો હાથીના બચ્ચાની ઉપર ચડી ગઈ છે. જ્યારે અન્ય બે સિંહણો હાથીના પાછળના ભાગેથી પ્રહાર કરતી જોવા મળી રહે છે. સિંહણો ઘણી બધી મહેનત કરે છે પરંતુ તેઓ હાથીના બચ્ચાનો શિકાર કરી શકતા નથી. હાથીનું બચ્ચું ચાલાકી વાપરીને પાણી તરફ જતું રહે છે.
વીડિયોના અંતમાં તમે જોઈ શકો છો કે હાથીનું બચ્ચું એટલો ગુસ્સામાં ભરાઈ જાય છે કે તે સિંહણ ઉપર પ્રહાર કરે છે. હાથીના બચ્ચાનો ગુસ્સો જોઈને સિંહણોને ભાગવું પડે છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ વિડીયો ઝિમ્બાબ્વેના સાઉથ લુઆંગવો નેશનલ પાર્કનો છે.
View this post on Instagram
વાયરલ થઈ રહેલો વિડિયો wildtrails.in નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment