ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરામાં શુક્રવારના રોજ મોડી રાત્રે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. વડોદરામાં સુપર બેકરી પાસે મોડી રાત્રે એક કાર ચાલક યુવતીએ ટુ-વ્હીલર પર જતા બે યુવકોને જોરદાર ટક્કર લગાવી હતી. ત્યારબાદ કારચાલક યુવતીએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
જેના કારણે કાર પણ પલટી ખાઈ ગઈ હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે કાર ચાલક યુવતી મૂળ રાજકોટની રહેવાસી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઋત્વી શિંગાળા નામની કારચાલક યુવતી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતવાર વાત કરીએ તો રાજકોટની વતની અને વડોદરામાં અભ્યાસ કરતી ઋત્વી શિંગાળા શુક્રવારના રોજ મોડી રાત્રે 1.20 વાગ્યાની આસપાસ પોતાની કાર લઈને ન્યુ વીઆઈપી રોડ ઉપર ખૂબ જ ઝડપમાં પસાર થઈ રહી હતી. આ દરમિયાન વારસિયા વિસ્તારમાં આવેલી પંચશીલા સોસાયટીમાં રહેતા ગૌતમ કમલેશભાઈ નાથાણી અને તેનો મિત્ર યશ ચંદવાણી સ્કુટી લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. બં
ને રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવતીકાલે તેમની સ્કૂટીને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કુટી પર સવાર ગૌતમ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ઋત્વી શિંગાળાએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી. મોડી રાત્રે અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં ગૌતમ તેનો મિત્ર અને કારચાલક યુવતી ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
એ..એ..આ તો ગયા..! રાજકોટની કાર ચાલક યુવતીએ વડોદરાના 2 યુવકોને ઉડાડ્યા, ત્યાર પછી તો કંઈક એવું બન્યું કે… જુઓ ભયંકર અકસ્માતના CCTV ફૂટેજ… pic.twitter.com/uEenFU00oG
— GUJJU ROCKZ (@gujju_rockz) March 6, 2023
ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલક યુવતી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment