ગુજરાતમાં ચોમાસાની શરૂઆત એ જ ભયંકર રૂપ ધારણ કરી લીધું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિઓ સર્જાઈ ગઈ છે. અમુક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ત્યારે વડોદરામાં બનેલી એક દિવાલ તૂટવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ભારે વરસાદના પગલે વડોદરા ના પોર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની પ્રોડક્શન હોલ તૂટી ગઈ હતી. જેના કારણે એક મકાનની દિવાલ ધરાસાઈ થઈ ગઈ છે અને 5 ઝુંપડાને ભારે એવું નુકસાન પહોંચ્યું છે. સદનસીબે મકાન અને ઝુંપડામાં રહેતા 15 લોકોનો જીવ બચી ગયો છે.
વડોદરા શહેર નજીક પસાર થતા નેશનલ હાઈવે પર રોજ હજારો વાહનોની અવરજવર થાય છે. ત્યારે અતિ ભારે વરસાદના કારણે તાજેતરમાં જ ઢાઢર નદીમાં પાણીની આવક વધતા આસપાસના વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે પોર સહિત ગામના લોકોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી.
મળતી માહિતી અનુસાર ત્યારે બુધવારના રોજ સવારે પોર નજીક હાઈવેની પ્રોટેક્શન વોલ અચાનક તૂટી ગઈ હતી. તેના કારણે વાહન ચાલકોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. જેના કારણે એક મકાનની દીવાલ ધરાસાઈ થઈ હતી, ઉપરાંત પાંચ ઝૂંપડાઓને નુકસાન થયું હતું.
આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અપરા તફરી મચી ગઈ હતી. સ્થાનિક વ્યક્તિએ આ દિવાલ તૂટવાના દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં આવી ઘટનાઓ બની રહે છે.
વડોદરાના પોર પાસે અચાનક નેશનલ હાઈવેની પ્રોટેક્શન દિવાલ તૂટી ગઈ – જુઓ દિવાલ તૂટવાના લાઈવ દ્રશ્યો… pic.twitter.com/tGWu1oLCT1
— GUJJU ROCKZ (@gujju_rockz) July 14, 2022
અનેક જગ્યાઓમાં મકાન ધરાસાઈ થયા છે. અનેક જગ્યાએ પુલ ધરાસાઈ થયા છે. અનેક જગ્યાએ તો પાણીના જોરદાર પ્રવાહમાં હાઇવે તણાઈ ગયા છે. ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે રહ્યો છે. આ ઘટના બનવાના કારણે હાઇવે ની કામગીરી સામે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ઉપરાંત હાઇવે પર પસાર થતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment