એ..એ..ગયું..! સુરતમાં વરસાદથી બચવા પતરાની નીચે ઉભેલા લોકો સાથે અચાનક જ કંઈક એવી ઘટના બની કે… જુઓ ઘટનાનો LIVE વિડિયો…

મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં એક અલગ જ પલટો જોવા મળી રહ્યો છે. ભૂક્કા બોલાવતી ગરમી વચ્ચે અચાનક જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને અમુક વિસ્તારોમાં તો વરસાદ પણ પડ્યો હતો. ત્યારે સુરત શહેરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

આવી પરિસ્થિતિમાં સુરતમાં એક ચોકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં વરસાદથી બચવા પતરાની નીચે ઉભેલા લોકો સાથે અચાનક જ કંઈક એવું બન્યું કે વીડિયો જોઈને તમે પણ હચમચી જશો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે.

વિગતવાર વાત કરીએ તો સુરત જિલ્લાના વરેલી ગામે સ્કૂલમાં ગયેલા બાળકોને નિયમિત સમયે શાળાએથી લેવા આવતી મહિલા વરસાદથી બચવા પતરાની શેડ નીચે અન્ય બે લોકો સાથે ઉભી હતી. આ દરમિયાન જોરદાર પવનના કારણે અચાનક જ પતરાનો શેડ નીચે પડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં મહિલા સહિત વૃદ્ધ અને અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.

સમગ્ર ઘટના બન્યા બાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વિગતવાર વાત કરીએ તો વરલી ગામમાં રાધનપુર સોસાયટીમાં રહેતી મહિલા તેમજ અન્ય લોકો વરસાદથી બચવા માટે પતરાની નીચે ઉભા હતા. પતરા ની નીચે ઉભા રહીને તે લોકો એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. બહાર સારો એવો વરસાદી મહોલ જામ્યો હતો અને ખૂબ જ ઝડપમાં પવન પણ ફુકાઈ રહ્યો હતો.

તેવામાં જોરદાર પવનના કારણે અચાનક જ પતરાનું શેડ નીચે પડ્યું હતું. જેના કારણે નીચે ઉભેલા ત્રણેય લોકોને સારું એવું લાગી ગયું હતું. આ દ્રશ્યો જોઈને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

આ ઘટનામાં એક મહિલા અને ખંભાના ભાગે ગંભીરેજા પહોંચી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*